રાજકોટમાં મનપાની આવાસ યોજનાનો સ્થાનિકો દ્વારા વિરોધ
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના મવડી વિસ્તારમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક કોમન પ્લોટ ખાતે 400 આવાસ બનાવવામાં આવશે, પરંતુ આ આવાસ બને તે પહેલાં જ સ્થાનિકો દ્વારા તેનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે અમે અહીં ફ્લેટ લીધા ત્યારે કોર્પોરેશન દ્વારા માત્ર કોમન પ્લોટ છે અને અહીં બગીચો બનાવવામાં આવશે તેમ જણાવાયું હતું, પરંતુ તાજેતરમાં મનપા દ્વારા અહીં આવાસો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિકોની માગ છે કે આ કોમન પ્લોટ સિવાય મનપા અન્ય જગ્યાએ આવાસ બનાવે કારણ કે જો અહીં આવાસ યોજના બનશે તો જાતજાતના લોકો રહેવા આવશે તેમજ અહીનું વાતાવરણ તેઓ બગાડશે.