જંગલનો રાજા ઢોલિયા પર આરામ ફરમાવતો હોવાનો વીડિયો સામે આવ્યો - line viral video
જૂનાગઢઃ જંગલના રાજા સિંહનો અદભુત કહી શકાય તેવો વીડીયો સામે આવ્યો છે, એક રાજાની અદાથી સિંહ ઢોલિયા પર આરામ ફરમાવતો હોય તેવો વીડીયો વાયરલ થતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. વાઈલ્ડ લાઈફની દુનિયામાં આ પ્રકારનો વીડિયો પ્રથમ વખત જોવા મળ્યો હોવાનો દાવો લોકો કરી રહ્યાં છે. જેને લઇને સિંહપ્રેમીઓમાં પણ અચરજની સાથે ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ગીર કેસરી આજે ખરા અર્થમાં એક રાજાની અદાથી ઢોલિયા પર આરામ ફરમાવતો હોય અને પરિવારના અન્ય સભ્યો તેની આસપાસ તેમની રખેવાળી માટે રોકાયેલા હોય તેવો અંદાજ વીડિયોમાં દેખાઈ રહ્યો છે. વીડિયો કયા વિસ્તારનો છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી, ઈટીવી ભારત આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી.