સુરતમાં કોરોના અંગે જાગૃતિ લાવવા વિજય રથનો પ્રારંભ - District Collector's Office
સુરતઃ કોરોના મહામારી અંગે જનજાગૃતિ માટે શહેરમાં સોમવારથી વિજય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે રથને સાંસદ તેમજ તંત્રના અધિકારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયો હતો. આ રથ 44 દિવસ સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભ્રમણ કરશે. જે વિજયરથ થકી લોકોમાં કોરોના વાઇરસ અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મંગળવારથી આ રથ જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામડાઓમાં પણ ભ્રમણ કરશે, જે દરમિયાન કોરોના સામેની જંગ જીતવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.