બપોરના 2 વાગ્યે અમદાવાદ મહાનગરપાલિકાની સ્થિતિ - Corporation election 2021
અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં બપોરે 2 વાગ્યે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18.58 ટકા મતદાન થયું છે. જે રાજ્યમાં સૌથી ઓછું મતદાન છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો છે. જે પૈકી 24, 14, 451 પુરુષો, 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડર છે.