સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ 6 મહાનગરપાલિકાઓમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 35 ટકા મતદાન નોંધાયું
ગાંધીનગરઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં સાંજે 5.30 વાગ્યા સુધીમાં સરેરાશ 35.08 ટકાની મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન જામનગર ખાતે અને સૌથી ઓછું મતદાન અમદાવાદ ખાતે નોંધાયું છે. જામનગરમાં કુલ 41.67 ટકા મતદાન અને અમદાવાદમાં કુલ 31.12 ટકા મતદાન નોંધાયું છે.