કાંકરિયા કાર્નિવલમાં કીર્તિદાન ગઢવીના સુર પર ઝૂમ્યા અમદાવાદીઓ - અમદાવાદ કાંકરિયા કાર્નિવલ ન્યૂઝ
અમદાવાદઃ AMC દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ ઉમટી પડી છે. અંદાજીત 25 લાખથી વધુ લોકો આ કાર્નિવલને માણવા માટે આવે છે. લાઇટ્સ અને મ્યુઝિક વચ્ચે કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે ડેકોરેશન તથા આતશબાજી, સ્ટેજ પરફોર્મન્સ થાય છે. આ વર્ષે ઠંડી વધારે હોવા છતાં લાખોની જનમેદની એકઠી થઈ હતી. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ જોવા મળ્યા હતા. તો બીજી બાજુ લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોકોને ડોલાવ્યા. ત્યારે અમદાવાદના મેયર બીજલ પટેલ અને મ્યુન્સીપાલ કમિશ્નર સહિતના અધિકારીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા.