કરણી સેનાએ ગિરનાર રોપ-વેની ટિકિટનો ભાવ ઘટાડવા માંગ કરી - Demand for reduction of ropeway tickets by Karni Sena
રાજકોટઃ જૂનાગઢ ખાતે તાજેતરમાં જ રોપ-વે બનાવમાં આવ્યો છે. જે હાલ પ્રવાસીઓ માટે શરૂ થઈ ગયો છે, પરંતું રોપ-વે ની ટિકિટના ભાવ મુદ્દે ઘમાસાણ સર્જાયું છે. ટિકિટના રૂપિયા 700 સુધીના ભાવને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને તાત્કાલિક ઘટાડવામાં આવે તેવી માંગ હાલ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે કરણી સેના દ્વારા પણ દરેક જિલ્લા મથકોએ રોપ-વે ની ટિકિટના ભાવ મુદ્દે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી દિવસોમાં રોપ-વેની ટિકિટ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનની ચીપકી પણ ઉચ્ચારવામાં આવી છે.