કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું - ગુજરાતમાં ચૂંટણીનો માહોલ
રાજકોટઃ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા આજથી શરૂ થઈ છે ત્યારે લોકો સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી રહ્યાં છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા મતદાન કરવા માટે રાજકોટ પહોંચ્યાં હતું. તેઓ રાજકોટ મનપામાં અનેક હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ રાજકોટ મનપામાંથી જ કરી હતી. તેમણે નિવેદન આપ્યુ હતું કે, યુવાનોને ટિકિટ આપી તે સારૂ કાર્ય છે. તેમજ કહ્યું કે, વિધાનસભા અને લોકસભામાં પણ બંધારણમાં વર્ષ નક્કી કરવા જોઈએ.