મોરબી જીલ્લામાં જનતા કરફ્યૂનો પ્રચંડ પ્રતિસાદ - કોરોના વાઈરસ
મોરબીઃ કોરોના વાઈરસની મહામારીમાં વિશ્વના મોટાભાગના દેશો સપડાયેલા છે, ત્યારે ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. કોરોના વાઈરસ સામે લડત આપવા માટે વડાપ્રધાન મોદીએ જનતા કરફ્યૂની અપીલ કરી હતી. લોકો સ્વયંભુ જ ઘરમાં રહે જેથી કોરોના વાઈરસ સામે લડત લડી શકાય. જેને પગલે મોરબીમાં આજે લોકોએ સ્વયંભુ બંધ પાડ્યો છે. રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. મોરબીનો નહેરુ ગેટ વિસ્તારમાં સામાન્ય દિવસોમાં લોકોની મોટી ભીડ જોવા મળતી હોય છે. જનતા કરફ્યૂની અપીલને પગલે આજે તે વિસ્તાર સુમસામ જોવા મળ્યો હતો.