કોરોના ક્રાઇસીસ: જામનગર દ્વારા કોરોના વાયરસ વિશે નિષ્ણાંત ડોકટર્સ દ્વારા માહિતી અપાઈ - કોરોના વાઈરસ
જામનગરઃ કોરોના વાઇરસથી લોકોએ ગભરાવું નહિ પણ સાવચેતી રાખવી જરૂરી છે. કોરોનાના હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જી જી હોસ્પિટલના પેથોલોજી વિભાગના HOD વિજય પોપટે નિષ્ણાંત ડૉક્ટરોનો ઈન્ટરવ્યુ લઈ સોશિયલ મીડિયામાં વિડીયો મુક્યો હતો. આ વીડિયોમાં ખાસ કરીને લોકોમાં કોરાના વાયરસ વિશે અવેરનેસ આવે અને ભીડથી લોકો દૂર રહે તેમજ શંકાસ્પદ દર્દીઓએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લે તે અંગે સૂચનો આપવામાં આવ્યા હતા.