ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામને લઇને સવારે 09ઃ30 વાગ્યાની સ્થિતિ - today latest news in Gujarati

By

Published : Feb 23, 2021, 10:21 AM IST

Updated : Feb 23, 2021, 12:24 PM IST

જામનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે રાજ્યમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને સૌથી વધુ 51.37 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતણતરી આજે મંગળવારે થઇ રહી છે. હાલ જામનગરમાં ભાજપ 5 સીટથી આગળ અને કોંગ્રેસ 1 સીટથી આગળ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં કુલ 16 વોર્ડ અને 64 બેઠકો છે. જેમાંથી 33 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ જામનગરમાં કુલ 4, 89, 451 મતદારો હતા. જે પૈકી 2, 50, 502 પુરુષો, 2, 38, 937 મહિલા અને 12 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.
Last Updated : Feb 23, 2021, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details