જામનગરના વેપારી એસોસિએશન દ્વારા ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરાયો - રણજીત રોડ વેપારી એસોસિયેશન
જામનગરઃ ચીન દ્વારા ગલવાન ઘાટીમાં જે પ્રકારનું કૃત્ય કરી ભારતના 20 જેટલા વીર સપૂતોને શહીદ કર્યા છે. ત્યારે દેશભરમાં ચાઇનાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વેપારીઓ હવે આગળ આવ્યા છે અને ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ કરી રહ્યા છે. જામનગરમાં રણજીત રોડ વેપારી એસોસિયેશન દ્વારા શુક્રવારના રોજ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. રણજીત રોડ વેપારી એસોસિયેશન દ્વારા ચાઈનીઝ રમકડા તેમજ ચાઈનીઝ વસ્તુઓની તોડફોડ પણ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે 59 જેટલી ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે જે લોકો ચાઈનિઝ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની અપીલ પણ વેપારી એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે.