લાંબા વિરામ બાદ આખરે સુરત જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન - Farmer's crop
સુરતમાં આખરે મેઘરાજા મહેરબાન થયા હતા. જુલાઈ મહિનામાં ઠીકઠાક વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ જાણે વિદાય લઈ લીધી હોય તેમ લાગી રહ્યું હતું. યોગ્ય વરસાદ ન વરસતા ખેડૂતના પાક પણ સુકાઇ રહ્યા હતા. જ્યારે બપોર બાદ ઓલપાડ, માંગરોળ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોના પાકને નવું જીવનદાન મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.