નડિયાદ હિન્દુ અનાથ આશ્રમમાં આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી કરાઈ - આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણી
નડિયાદ: આંતરરાષ્ટ્રીય બાળ દિનની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હિન્દુ અનાથ આશ્રમ નડિયાદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલા સંસ્થાના બાળકો અને સમાજ સુરક્ષા ખાતાના અધિકારી તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હિન્દુ અનાથ આશ્રમના બાળકો દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી.