જૂનાગઢઃ કેશોદના સરોડમાં ગૌચરની પેશકદમી હટાવવાની કામગીરી શરૂ - District Development Officer
જૂનાગઢઃ કેશોદના સરોડમાં ગૌચરની પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરોડથી બામણાસાના રસ્તે કામગીરી શરૂ કરવામાં આવી છે, જે કામગીરી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. સરોડથી પાડોદર, બામણાસા, બાલાગામના રસ્તે આગામી બે દિવસમાં પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સરોડ ગામમાં બસ સ્ટેશન પાસે દુકાનો વંડા સહીતની પેશકદમી દુર કરવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી પંચાયત, સર્કલ ઈન્સ્પેક્ટર, નાયબ મામલતદાર સહીતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ બંદોબસ્ત માટે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે.