મહાનગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામઃ વિજેતા ઉમેદવાર સરઘસ નહીં કાઢીં શકે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત - ગાંધીનગર
ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓનું ચૂંટણી પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેને લઇને સવારે 8 વાગ્યે મતગણતરીની શરૂઆત થઇ હતી. જેમાં સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાઇ હતી. હાલ રાજ્યમાં તમામ મહાનગપાલિકાઓના પરિણામમાં ભાજપ 93 લીડથી અને કોંગ્રેસ 28 લીડથી આગળ ચાલી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે, 6 શહેરોની મહાનગરપાલિકામાં કોની સરકાર બનશે..?