સુરતમાં કોરોના વોરિયર્સ માટેની પીપીઇ કિટની માંગમાં વધારો - પીપીઇ કિટની માંગમાં વધારો
સુરત: કોરોના વાઇરસની મહામારીમાં વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તબીબ, મેડીકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફને તેમની સુરક્ષા માટે હાલ પીપીઇ કીટ આપવામાં આવી રહી છે. જ્યારે સુરતમાં પીપીઇ કિટની ડિમાન્ડમાં વધારો થયો છે. સુરતમાં દસ જેટલી કંપનીઓ દ્વારા ખાનગી કંપનીના સંચાલકોને ઓર્ડરથી પીપીઇ કીટના ઓર્ડરો આપવામાં આવ્યા છે. જ્યારે સુરતના ઉધના વિસ્તારમાં જ માત્ર પ્રતિદિવસ 5000 હજાર જેટલી પીપીઇ કીટનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. જે પિયુ કોટેડ પીપીઇ કીટ તૈયાર કરવામાં માટે માત્ર ચાર જેટલા મજૂરો કામ કરી રહ્યા છે. કટિંગ કર્યા બાદ પીપીઇ કિતને સ્ટીચિંગ માટે મોકલવામાં આવે છે. જ્યાં સંપૂર્ણ કીટ તૈયાર થાય છે, સામાન્ય રીતે માર્કેટમાં હાલ કીટનો ભાવ જોઈએ તો 450 રૂપિયા સુધીનો છે. જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ માત્ર 150ની આસપાસ થાય છે. ઉધના વિસ્તામાં તૈયાર થતી આ કીટનુ એક પિયુ લેયર હોય છે, જે નવ મીટર નું હોય છે. જેમાંથી ત્રણ પીપીઇ કીટ તૈયાર થાય છે. આમ એકસાથે 150 લેયરનું કટિંગ કરી પીપીઇ કીટનો શૂટ તૈયાર કરી સ્ટીચિંગ કરવામાં આવે છે.