વડોદરા મેયરના હસ્તે સંસ્થાના ધ્વજને લહેરાવી સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજવણી કરવામાં આવી - ડો.જીગીશાબેન શેઠ
વડોદરાઃ સમગ્ર દેશમાં 31મી ઓગસ્ટને સ્થાનિક સ્વરાજ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા વડોદરા મહાનગર પાલિકાના મેયર ડો. જીગીશાબેન શેઠના હસ્તે પાલીકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સંસ્થાના ધ્વજને લહેરાવી સલામી આપી હતી અને સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, ડેપ્યુટી કમિશ્નર સુધીર પટેલ, ધવલ પંડ્યા, શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર ચિરાગ ઝવેરી તેમજ અન્ય કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા.