રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ એકબીજાને શુભેચ્છા પાઠવી કર્યું મતદાન - નેહલ શુક્લ
રાજકોટઃ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન પહેલા વોર્ડ નંબર 7ના બંને ઉમેદવારોએ એકબીજાને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપના નેહલ શુક્લ અને કોંગ્રેસના રણજિત મુઢવાએ એકબીજાને શુભેચ્છા આપી હતી અને બંનેએ જીતનો દાવો કર્યો હતો.