રાજકોટમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ સંખ્યા 105 થઈ - Total cases of corona in Rajkot
રાજકોટઃ જિલ્લામાં ગુરુવારે 6 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ શહેરમાં 3 જ્યારે 3 કેસ ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવ્યા છે. ત્યારે શહેરમાં કુલ 83 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 22 કેસ થયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 105 થયો છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારમાં ગુરુવારના રોજ આવેલા કોરોના પોઝિટિવ કેસમા અગાઉ જિલ્લાના શાપર વેરાવળમાં પોલીસ અને પત્રકાર પર હુમલો કરનાર આરોપીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને આરોગ્ય સાથે પોલીસ વિભાગમાં પણ દોડધામ સર્જાઈ છે.