વડોદરાના કરજણ તાલુકામાં 3 જિનોમાં કપાસની ખરીદી શરૂ થતા વાહનોની લાંબી કતારો લાગી - CCI
વડોદરાઃ જિલ્લાના કરજણ તાલુકામાં કપાસનું મબલખ ઉત્પાદન થતા CCI દ્વારા કરજણમાં આવેલી 3 જિનોમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને CCI દ્વારા ગામ દીઠ ખેડૂતોને ટોકન આપવામાં આવે છે, ખેડૂતો ટોકન પ્રમાણે જે તે તારીખના રોજ કપાસ લઈ જિનમાં આવે છે, ત્યારે ખેડૂતો રાત્રે જ કપાસ લઈ જિનની બહાર આવી જાય છે, જેને લઈ કરજણ દ્વારા રાત્રીથી ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઉભેલા ખેડૂતોને નાસ્તો આપવામાં આવી રહ્યો છે. ત્યારે 3 જિનોમાં આશરે 1000 જેટલી કપાસની ગાડીઓ લાઇનમાં લઇને ખેડૂતો ઊભા હતા.