જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા હટાવાઇ ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી - Exhibition ground
જામનગરઃ શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રમિકો દ્વારા ઝૂંપડપટ્ટી કરવામાં આવી હતી. જેમાંના 19 જેટલા ઝૂંપડાઓ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે જેના પગલે આજરોજ પ્રદર્શન ગ્રાઉન્ડથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, ઝૂંપડપટ્ટીના રહીશોને અવારનવાર મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી હટાવવાની અપીલ કરવામાં આવી હતી. છતાં પણ સ્થાનિકો પોતાની ઝૂંપડપટ્ટી હટાવતા ન હતા.