જૂનાગઢ શહેરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ ધોધમાર વરસાદનું આગમન
જૂનાગઢઃ શહેરમાં રવિવારના રોજ વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. શહેર ઉપરાંત માળિયા, કેશોદ, ભેંસાણ, માણાવદર સહિતના કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે-ત્રણ દિવસ જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે, ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, તે મુજબ રવિવારે જૂનાગઢ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો.