જામનગર શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ - Heavy rains in Jamnagar
જામનગરઃ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની અસર દેખાઇ રહી છે. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ધ્રોલ, લાલપુર, કાલાવડ સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરમાં પણ ભારે વરસાદથી ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે. શહેરમાં સોમવારે સવારથી જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. જિલ્લાના જોડિયામાં રાત્રે 10 કલાકમાં જ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ શહેરમાં સાડા ત્રણ ઈંચ જ્યારે કાલાવડ તાલુકામાં 2 તો લાલપુર તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદથી 20 જળાશયો ઓવરફ્લો થયા છે.