ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોંડલ-કોટડાસાંગાણી તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ, ખેડૂતોની જણસી પલળી - વરસાદના કારણે ખેડૂતોને નુકસાન

By

Published : Oct 19, 2020, 7:04 PM IST

રાજકોટઃ રવિવારના રાત્રિના સમયમાં કોટડાસાંગાણી સહિત તાલુકાના રામોદ, સતાપર, બગદડીયા, ખરેડા, ગોંડલ તાલુકાના બંધિયા, સતાપર, મોવિયા સહિતના આસપાસના ગામોમાં ગાજવીજ સાથે એકથી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના કારણે કલાકો સુધી વીજળી પણ ગુલ થઈ હતી અને ખેડૂતોની મગફળી પલળી હતી. તો બીજી તરફ વરસાદ સાથે રહેલા ભારે પવનના કારણે કપાસના પાકને નુકસાન થયું હતું. આ સાથે જ અનેક ખેતરોમાં રહેલી મગફળી પાણીમાં તણાઈ ગઇ હતી. તાલુકાના ગામોમાં બે દિવસ પૂર્વે પણ વરસાદ ખાબક્યો હતો, ત્યારે ફરીથી એકથી ચાર ઈચ જેટલો પડેલા ભારે વરસાદના કારણે મગફળી, કપાસ, મરચી, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details