રાજકોટમાં કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક વધતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ દોડી આવ્યા - વેન્ટિલેટર
રાજકોટઃ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસ અને દર્દીના મોતમાં વધારો થતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ રાજકોટ દોડી આવ્યા હતા. જ્યાં જયંતી રવિએ ડૉક્ટર તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોના અંગેની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ જયંતી રવિએ જાહેરાત કરી હતી કે, રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા 10 સ્પેશિયલ ડૉક્ટરની ટીમ કામગીરી કરશે. આ સાથે જ તેમને રાજકોટમાં 100 વેન્ટિલેટર ઉપલ્બ્ધ કરાવાની પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા માટે નવી રણનીતિ બનાવી હોવાનું સામે આવ્યું છે.