સુરતમાં રત્નકલાકારોનું કોરોના ટેસ્ટિંગ સ્વખર્ચે નહીં કરવા બાબતે મહાનગરપાલિકાને આરોગ્ય પ્રધાનની સૂચના - Health Minister
સુરત: રત્નકલાકારોનું કોરોના ટેસ્ટિંગ સ્વખર્ચે નહીં કરવા બાબતે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ પાલિકાને ખાસ સૂચના આપી છે. SMC કમિશ્નર અને મેયરને રજૂઆત કરી રત્નકલાકારો પાસે 750 રૂપિયાનો ચાર્જ નહીં લેવા માટે સૂચના આપી છે. બુધવારે બેઠક બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.