બાયડ પેટા ચૂંટણી: અપક્ષ ઉમેદવારના ઔધોગિક એકમ પર GSTની રેડ - GST raid on the bayad Independent candidate's business unit
અરવલ્લીઃ બાયડ વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રાજુ ખાંટની ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલી લક્ષ્મી ટેક્સટાઈલ નામના ઔદ્યોગિક એકમ પર શનિવારે સાંજના સમયે GST વિભાગે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત વસ્ત્રાલ ખાતે તેમના ઘરે IT વિભાગે રેડ કરી બેનામી હિસાબ અને સંપત્તિની પણ તપાસ કરી હતી. રાજુ ભાઈના સમર્થકો આ રેડને રાજકીય કાવતરું અને રાજુભાઇને શાંત કરવા શામ,દામ,દંડ, ભેદ નીતી ગણાવી હતી.