ભાવનગરમાં શરાફી પેઢીમાં GST વિભાગના દરોડા - GST ચેકીંગ
ભાવનગરઃ શરાફી પેઢી પર GST વિભાગના દરોડા પડતા તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. શહેરના દાણાપીઠમાં આવેલી ખાનગી પેઢીમાં અને તેના માલિકના ઘરે GST વિભાગે તપાસ આદરી હતી. ભાવનગર શહેરના દાણાપીઠમાં આવેલી જગજીવનદાસ એન્ડ કંપની પર GST વિભાગ ત્રાટક્યું હતું. GST વિભાગે શરાફી પેઢી પર અને પેઢી માલિકના ઘરે તપાસનો દોર શરૂ કર્યો હતો. GST ચેકિગથી દાણાપીઠના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.