GRAM PANCHAYAT ELECTION 2021:સુરત જિલ્લાની 407 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન - GRAM PANCHAYAT ELECTION 2021
બારડોલી સહિત સુરત જિલ્લાની 407 ગ્રામ પંચાયતોમાં સરપંચ(GRAM PANCHAYAT ELECTION 2021) અને સભ્ય માટે મતદાન થઈ રહ્યું છે. 391 સરપંચ અને 2539 સભ્યોને ચૂંટવા માટે ગામના લોકો વહેલી સવારથી મતદાન મથક પર પહોંચી રહ્યા છે. મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.