વડોદરા રેલવે સ્ટેશન પર કુલીઓને અનાજ કીટ અને મીઠાઈનું વિતરણ કરાયું - Distribution of grain kits by Reliance Industries Limited
વડોદરાઃ રેલવે સ્ટેશન પર કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરતાં કુલીઓ દિવાળીની સુખમય અને આનંદમય ઉજવણી કરી શકે તે હેતુથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તેમને અનાજની કીટ અને મીઠાઇ વિતરણનો કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ રંજન ભટ્ટના હસ્તે કુલી ભાઈઓને અનાજની કીટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન પર કામ કરતા 180 કુલીઓને અનાજ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.