જામનગરમાં ABVPના કાર્યકરોએ પોલીટેકનિક કોલેજ બંધ કરાવી - government polytechnic college
જામનગર: ગુજરાત સરકાર દ્વારા પોલીટેકનિક કોલેજોમાં સીટો ઘટાડવામાં આવી રહી છે. આ મામલે રાજ્યભરમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે ચાર વાગ્યે ABVPના કાર્યકર્તાઓ બેડીબંદર પર આવેલી ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજ ખાલી કરાવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ABVP દ્વારા કોલેજમાં સૂત્રોચ્ચાર કરી કોલેજ ખાલી કરાવી હતી. ABVP દ્વારા ગુજરાતભરમાં સરકારી કોલેજ બંધનું એલાન અપાયુ છે.