રાજકોટ: ગોંડલનું વેરી તળાવ એક મહિનામાં બે વખત ઓવરફ્લો - Ashapura Dam overflow
રાજકોટઃ જિલ્લાના ગોંડલ શહેરમાં છેલ્લા બે દિવસથી અવિરત મેઘ સવારી ચાલુ છે, ત્યારે શુક્રવારે વહેલી સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે છેલ્લા એક મહિનામાં ગોંડલના જીવાદોરી સમાન વેરી તળાવ બીજી વખત ઓવરફ્લો થયું છે. ગોંડલમાં ગુરૂવારે પડેલા બે ઇંચ વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વેરી તળાવમાં પાણીની આવક થતા વેરી તળાવની નીચે આવેલા આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ પણ ઓવરફ્લો થયા છે.