કોરોનાના કેસ વધતા રાજકોટની સોની બજાર 7 દિવસ માટે સજ્જડ બંધ - Sony tightened the market
રાજકોટઃ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઈને આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ રાજકોટમાં 10 દિવસ સુધી રોકાઈ કોરોના સંક્રમણ રોકવા નવી રણનીતિ બનાવી છે, પરંતુ હજુ પણ કોરોનાના કેસ રોકવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શહેરમાં બે સોની વેપારીઓના કોરોનાના કારણે તાજેતરમાં જ મોત થયા છે. જેને લઈને સોની વેપારી એસોસિએશન દ્વારા આગામી 12થી 19 સપ્ટેમ્બર એટલે કે એક સપ્તાહ સુધી સોની બજારને સંપૂર્ણ બંધનો નિર્ણય જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં શુક્રવારે બપોર સુધીમાં કોરોનાના નવા 46 કેસ નોંધાયા છે.