વિશ્વ રક્તદાતા દિવસઃ જામનગરની જી.જી. હોસ્પિટલમાં વર્ષે 25 હજાર બોટલ એકત્રીત થાય છે રક્ત - GG Hospital
જામનગરઃ આજે વિશ્વ રક્તદાતા દિવસ છે. જિલ્લાની જી.જી હોસ્પિટલમાં બ્લડ બેન્ક કાર્યરત છે, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી બ્લડ બેન્ક ગણાય છે. આધુનિક મશીનોથી સજ્જ આ બ્લડ બેન્કમાં અનેક લોકો રક્તદાન કરવા માટે આવે છે. આ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, આ દર્દીઓને બ્લડની જરૂર પડે ત્યારે તમામ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ પૂરું પાડે છે. બ્લડ બેન્કમાં ફરજ બજાવતા પટાવાળાથી લઈને ઉચ્ચ અધિકારીઓ પણ નિયમિત બ્લડ ડોનેશન કરે છે. જે પ્રકારે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે બ્લડ બેન્કમાં સ્વૈચ્છિક રીતે લોકો બ્લડ ડોનેશન કરી રહ્યાં છે. છેલ્લા ત્રણ મહિનામાં રક્તદાતાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. આ બલ્ડ બેન્કમાં વર્ષે 25 હજાર બોટલ રક્ત એકત્રીત થાય છે.