સુરત: જી.ડી.ગોયનકા શાળાએ કર્યું ઓનલાઈન શિક્ષણ બંધ, વાલીઓએ કલેક્ટર અને DDOને કરી રજૂઆત - ETV Bharat Gujarat
સુરત: FRC દ્વારા ફી નિયમન કરી હોવા છતાં સુરતની ખાનગી સ્કૂલો દ્વારા બેફામ ફી ઉઘરાવવામાં આવી રહી છે, ત્યારે જી.ડી.ગોયેનકા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓએ આજે શનિવારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી DDO અને કલેક્ટરને રજૂઆત કરી હતી. આમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કરવામાં આવી નહોતી. જેથી આજે શનિવારે મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને DEO તથા કલેક્ટર મારફતે સ્કૂલ સંચાલકને લીગલ નોટિસ પણ પાઠવી હતી. આ સાથે જ જો 7 દિવસમાં સ્કૂલ સંચાલક વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો વાલીઓ દ્વારા ઓફિસની બહાર હોબાળો મચાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.