રાજકોટ ભાજપ દ્વારા સાદાઈથી ગણેશજીનું વિસર્જન કરાયું - ગણેશ મહોત્સવ
રાજકોટઃ દેશભરમાં મંગળવારના રોજ ગણપતિ બાપ્પાને ધામધૂમ વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દર વર્ષે રાજકોટ શહેર ભાજપ દ્વારા ધામધૂમ પૂર્વક ગણેશ મહોત્સવ ઉજવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે રાજકોટના કરણપરામાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે જ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને હવન કર્યા બાદ અહીં જ તેમનું સાદગી પૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 14 વર્ષથી રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.