વડોદરાના રાજમહેલમાં ગાયકવાડી પરંપરા મુજબ શાનથી શ્રીજી ગણેશની સ્થાપના કરાઈ - ગાયકવાડી પરંપરા મુજબ સ્થાપના
વડોદરાઃ રાજવી પરિવાર દ્વારા પ્રતિ વર્ષે શ્રીજીની એક જ પ્રકારની માટીમાંથી બનાવેલી નયન રમ્ય પ્રતિમા બનવવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે રાજમહેલના શ્રીજીની સવારીને કોરોનાનું થોડું ગ્રહણ લાગ્યું હોવાનું જોવા મળ્યું હતું. જોકે, રાજમહેલના શ્રીજીએ એજ ઠાઠ સાથે રાજમહેલમાં પ્રવેશ કર્યો હતો. શરણાઈ વાદન સાથે ઢોલત્રાંસાના તાલે રાજમહેલના શ્રીજીને રાજમહેલમાં પધરાવવામાં આવ્યા હતા. જ્યાં રાજવી પરિવારના મહાનુભાવો મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ, રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ સહિત પરિવારજનોએ ખાસ તકેદારી સાથે શ્રીજીની સ્થાપના કરી હતી.