સંતરામપુરમાં ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ - મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ
મહિસાગર: સંતરામપુરમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતાપપુરાથી નગરપાલિકા પાસે મામલતદાર કચેરી સુધી સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાંભોર, ડૉક્ટર પ્રોફેસર કુબેરભાઈ ડીંડોર, ભાજપ પ્રમુખ જે.પી. પટેલ, નગરપાલિકા પ્રમુખ લીલાબેન ડામોર, મહામંત્રી દશરથસિંહ બારીયા, સંતરામપુર તાલુકા પ્રમુખ અને અન્ય મહાનુભાવો યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ વ્યાપારી અગ્રણીઓ તેમજ સમાજના હોદ્દેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. યાત્રાનો પ્રારંભ પ્રતાપપુર ખાતે વૃક્ષારોપણ કરીને થયો હતો.