10 મહિના બાદ ગાંધી આશ્રમ મુલાકાતીઓ માટે ફરી ખુલ્યું - અમદાવાદ
અમદાવાદઃ કોરોના મહામારીના કારણે શહેરમાં આવેલ ગાંધી આશ્રમ છેલ્લા દસ મહિનાથી બંધ રાખવામાં આવ્યું હતું. જેને હવે મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જો કે ચોક્કસ સમયાંતરે મુલાકાતીઓને સેનેટાઇઝિંગ અને માસ્કનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. કારણ કે કોરોના મહામારીના સમયમાં મુલાકાતીઓને આશ્રમ મુલાકતની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ કોરોનાનો ડર હજુ પણ ગયો નથી, ત્યારે લોકો કોઈ પણ ચિંતા અને કોઈપણ તણાવ વગર સ્થળની મુલાકાત લે સાથે જ કોરોનાનો ડર ના રહે તે માટે આશ્રમ તંત્ર દ્વારા પણ ચોક્કસ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.