જૂનાગઢ માંગરોળમાં મોબાઇલ દુકાનદાર સાથે છેતરપીંડી, ઘટના CCTV માં કેદ - માંગરોળ પોલીસ
જૂનાગઢ: માંગરોળમાં ફાઇવસ્ટાર નામની મોબાઇલની દુકાન આવેલી છે. જે દુકાનમાં બે ગ્રાહકો મોબાઇલ લેવા આવ્યા હતા. ત્યારે દુકાનદારે ઓગણીશ હજાર ચારસોનો મોબાઇલ બતાવ્યો હતો. તે પસંદ કરીને આરોપીઓએ દુકાનદારને કહ્યું કે, તમારા ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરી આપું. જેથી દુકાનદારે પોતાનો ખાતા નંબર આપતાં તેમાં અઢાર હજાર જમા થયાનો મેસેજ મળ્યો હતો. ત્યારબાદ આ તોડ કંપની મોબાઇલ લઇને ફરાર થઇ ગયા હતા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. જયારે દુકાનદાર પૈસા ઉપાડવા જતાં આ ખોટો મેસેજ છે, તેવી જાણ થતા તેણે માંગરોળ પોલીસમાં ફરીયાદ કરતાં માંગરોળ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ આવી છેતરપીંડી કરનાર ટોળકીને પકડવા તજવીજ હાથ ધરી છે.