વડોદરામાં કોંગ્રેસના કાઉન્સિલરની સોસાયટીમાં પીવાના પાણીમાં માછલી આવી, શુદ્ધ પાણી વિતરણની કરાઇ માગ
વડોદરાઃ શહેરના અનેક વિસ્તારોમાં દુષિત પાણી તેમજ જીવાત વાળું પાણી આવતું હોવાની બુમો ઉઠતી હોય છે. ત્યારે શહેરની પૂજા પાર્ક સોસાયટીમાં રહેતા કોંગ્રેસના કાઉન્સિલર અલકા પટેલની સોસાયટીમાં પીવાના પાણીમાં માછલી આવતા કાઉન્સિલરે તંત્રની ઝાટકણી કાઢી હતી અને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી માગ કરી છે. જ્યારે વડોદરા મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મામલે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી તકે પાણી વિતરણ વ્યવસ્થા સુધારવામાં આવે તેવું સૂચન તંત્રને કર્યું હતું.