સુરતમાં થપ્પડ મારવા જેવી નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો - surat
સુરત : શહેરના ડીંડોલી પ્રમુખપાર્ક બ્રિજ નીચે જાહેરમાં એક યુવક પર બે યુવાનોએ ચપ્પુ લઈને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ મામલે પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર ડીંડોલી પ્રમુખપાર્ક બ્રિજ પાસે શેષ બલુભાઈ કબીરપંથી પર ઋષિકેશ ઉપાધ્યાય નામના ઈસમ સાથે બે દિવસ પહેલા ઝઘડો થયો હતો. જેમાં શેષ બલુભાઈએ ઋષિકેશને લાફો મારી દીધો હતો. જે વાતની અદાવતને લઈને ઋષિકેશે પોતાના સાથી મિત્ર ધીરજ સાથે મળી શેષ બલુભાઈ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા.