જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ ચોમાસાના પાણીનો નિકાલ કરવા કરી માગ - Farmer leaders
જૂનાગઢઃ જિલ્લામાં કેશોદના અખોદડ અને ઇસરા ગામના ખેડૂતોએ તંત્ર પાસે ચોમાસાના પાણી નિકાલની કાર્યવાહી કરવા માગ કરી છે. ઘેડ પંથકમાં ચોમાસામાં પાણીનો તત્કાલ નિકાલ ન થતાં વરસાદના પાણીથી ખેતરો છલકાઇ જતાં હોય છે, જેનો નિકાલ ન થતાં આશરે બે હજાર વિઘામાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે. જેથી પાણી રોકતાં ગેરકાયદેસર બનાવાયેલા માટીના પાળાને દુર કરી રસ્તાની બન્ને સાઈડ પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા આઠ મહીના પહેલાં ખેડૂતોએ તંત્ર પાસે માગ કરી હતી. તેમછતાં કઇ ઉકેલ ના આવતા શુક્રવારે ખેડૂત આગેવાનોએ આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં પાણીના નિકાલ કરવાની માગ કરાઇ છે અને જો માગ નહી સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.