EXCLUSIVE: દાંડી યાત્રામાં સહભાગી થયેલા મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ સાથે વાતચીત - વીડિયો સમાચાર
દાંડી યાત્રા સુરતમાં પહોંચી છે ત્યારે ETV BHARATના સંવાદદાતાએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથે EXCLUSIVE વાતચીત કરી હતી. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે તેમને દાંડી યાત્રામાં ભાગ લેવાની તક મળી છે જે તેમના માટે સૌભાગ્ય છે. આ યાત્રા આત્મનિર્ભર ભારતનું સંકલ્પ પણ છે. આ દરમિયાન તેમને ખેડૂત નેતા રાકેશ ટીકૈતના ગુજરાત પ્રવાસ અંગે સવાલ કરવામાં આવતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતુ. પશ્ચિમ બંગાળના વિધાનસભાની ચૂંટણી અંગે પણ કોઈ નિવેદન આપ્યું ન હતું.