Exclusive: રાજકોટ શહેર AAP પ્રમુખ રાજભા સાથે ETV Bharatની ખાસ વાતચીત
રાજકોટ: આગામી દિવસોમાં રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાવાની છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ માત્ર બે પક્ષ જ સક્રિય હતા. પરંતુ હાલમાં જ રાજકોટમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે. જેને લઈને ETV Bharatએ રાજકોટ આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું જે, આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં રાજકોટના તમામ 18 વોર્ડમાં AAP ચૂંટણી લડવાની છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ખુબ જ ગંભીર છે. જેઓ પણ રાજકોટમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. આ સાથે જ વધુમાં રાજભા હાલના મનપાના શાસક પક્ષ અને વિપક્ષ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને રાજકોટની જનતા હવે નવા વિકલ્પ તરીકે આપ પાર્ટીને મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મનપાની ચૂંટણી માટે ઉમેદવારની પસંદગીને લઇને પણ રાજભા જણાવ્યું હતું કે સ્વચ્છ અને લાયકાય ધરાવતા શિક્ષિત લોકોને પ્રથમ તક આપવામાં આવશે.