રાજકોટમાં ફટાકડાની દુકાનો પર ફાયરસેફટીના સાધનોને લઈને ETV ભારતનું રિયાલિટી ચેક - Fireworks stall
રાજકોટઃ દિવાળીના પર્વ નિમિત્તે રાજકોટમાં ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ જોવા મળી રહ્યા છે. ત્યારે ETV ભારત દ્વારા સ્ટોલ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજકોટમાં 500થી વધુ દુકાનધારકોએ ફટાકડા વેચવા માટેનું લાઇસન્સ પોલીસ પાસેથી મેળવ્યું છે. જ્યારે 80થી વધુ ધંધાર્થીઓએ રાજકોટ મનપાના ફાયરવિભાગ સ્ટેશનેથી NOC મેળવ્યું છે. તેમજ આ પ્રક્રિયા હજુ શરૂ છે. ETV ભારત દ્વારા રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા મહાદેવ ફટાકડા સ્ટોલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.