જૂનાગઢ મનપાની એક બેઠક માટે મતદાન શરૂ - જૂનાગઢ મનપા
જૂનાગઢઃ મંગળવારે મનપાની વોર્ડ નંબર ત્રણની ખાલી પડેલી એક બેઠક પર મતદાન યોજાયુ છે. વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. સવારે આઠ વાગ્યે શરૂ થયેલા મતદાનમાં મતદારોએ પ્રથમ બે કલાકમાં નિરસતા દાખવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 3માં ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા. પરંતું ભાજપના એક ઉમેદવારનું ફોર્મ ત્રણ સંતાન હોવાના કારણે રદ્દ થયું હતું. માટે તે બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવી છે, જેનું પરિણામ આગામી ગુરુવારે જાહેર થશે.