નડિયાદઃ એસટી એમ્પ્લોઇઝ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીનું પરિણામ જાહેર - ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ સોસાયટી ચૂંટણી
નડિયાદ: નડિયાદ ખાતે સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ સોસાયટીની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ડિરેકટર પદ માટે ચાર એકમની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિભાગીય કચેરી તથા નડિયાદ, કપડવંજ અને બાલાસિનોર ડેપો માટે મતદાન યોજાયું હતું. જેની શુક્રવારે મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં વિભાગીય કચેરીમાં ભરતસિંહ ઝાલા, કપડવંજ ડેપોમાં સહદેવભાઈ દેસાઈ,બાલાસિનોર ડેપોમાં જયેશભાઈ પરમાર તેમજ નડિયાદ ડેપોમાં રહેમાનમિયા મલેક ક્રેડિટ સોસાયટીના ડિરેકટર પદ પર ચૂંટાયા હતા.