ભ્રષ્ટાચાર કરીશું નહીં અને ભ્રષ્ટાચાર થવા દઈશું નહીં : AAP કોર્પોરેટર - ભ્રષ્ટાચાર
સુરત : શહેરમાં શુક્રવારે પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ યોજાયેલી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના તમામ 27 ચૂંટાઇને આવેલા કોર્પોરેટર્સ હાજર રહ્યા હતા. પ્રથમવાર ચૂંટાઇને આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ETV BHARAT સાથેની વાતચીતમાં AAP કોર્પોરેટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને ભ્રષ્ટાચાર કરશે નહીં અને ભ્રષ્ટાચાર થવા દેશે પણ નહીં.